મોરબી શહેરમાં આવેલ વીસીપરા વિસ્તારમાં બિલાલી મસ્જિદ પાસે સામુ જોવા જેવી નજીવી બાબતે યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાય છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા નિઝામભાઈ જુસબભાઈ માણેક (ઉ.વ.૨૨) એ આરોપી જયેશ અગેચાણીયા રહે અમરેલી રોડ મોરબી તથા અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી બિલાલી મસ્જિદ પાસે ઉભેલ હોય ત્યારે આરોપીઓ ત્યાં આવતા ફરિયાદીએ આરોપી જયેશ સામુ જોતા આરોપી એ ફરિયાદીને સામુ શુ કામ જુએ છે તેમ કહી ભૂંડી ગાળો આપી ઈટ વડે ફરિયાદીને માથાના ભાગે પીઝા કરી તથા આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.