Homeગુજરાતમોરબીહળવદના ચરાડવા ગામે નજીવી બાબતે યુવક પર પવડા વડે હુમલો

હળવદના ચરાડવા ગામે નજીવી બાબતે યુવક પર પવડા વડે હુમલો

હળવદ તાલુકાના ચરાડવા ગામે ગેરેજ પાસે ઉકરડાનો કચરો ફેલાવવા બાબતે બોલાચાલી થતાં પાડોશના યુવકે ગેરેજ સંચાલક યુવક પર પાવડા વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા દશરથ ભાવસિંગભાઈ પઢીયાર (ઉ.વ.૩૪) એ આરોપી મેહુલ નવઘણભાઈ ભરવાડ રહે. ચરાડવા તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના મઢુલી ઓટો ગેરેજ નામની દુકાન પાસે ઉકરડો કરેલ હોય જે આરોપીએ ટ્રકટર લોડરથી ભરતા મહુલી ઓટો ગેરેજ પાસે ઉકરડાનો કચરો ફેલાયેલ હોય જે ભરવા બાબતે આરોપી ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ફરીયાદીને ભુડાબોલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી તેના હાથમા રહેલ પાવડા વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular