Homeગુજરાતમોરબીમોરબીમાં ગોડાઉનમાંથી રૂ.3.38 લાખનો શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો

મોરબીમાં ગોડાઉનમાંથી રૂ.3.38 લાખનો શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો

રાજપર રોડ પર મામાદેવ મંદિર સામેની શેરીમાં SOGનો દરોડો, 1,272 ગુણી શંકાસ્પદ યુરિયા ખાતર સીઝ

મોરબી શહેર વિસ્તારમાં ગોડાઉનમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી છે. મોરબી SOGની ટીમે મળેલી બાતમીના આધારે રાજપર રોડ પર દરોડો પાડી રૂ.3.38 લાખની કિંમતનો શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી SOG ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજપર રોડ પર મામાદેવ મંદિરની સામેની શેરીમાં જય એગ્રોની બાજુમાં આવેલા ગોડાઉનમાં શંકાસ્પદ યુરિયાનો જથ્થો રાખવામાં આવ્યો છે.

બાતમીના આધારે SOG ટીમે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), મોરબીને જાણ કરી સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જય એગ્રોના માલિક જયેશભાઈ કાનજીભાઈ બુડાસણાએ ભાડે રાખેલા ગોડાઉનમાંથી શંકાસ્પદ યુરિયાની કુલ 1,272 ગુણી મળી આવી હતી.

ઝડપાયેલા જથ્થાની કિંમત રૂ.3,38,988 હોવાનું સામે આવ્યું છે. સમગ્ર શંકાસ્પદ જથ્થો કબજે કરી સીઝ કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી માટે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), મોરબીને સોંપવામાં આવ્યો છે.

હવે આટલો મોટો જથ્થો ગોડાઉનમાં ક્યાંથી આવ્યો, કોને સપ્લાય કરવાનો હતો અને ખાતર ખરેખર યુરિયા છે કે અન્ય કોઈ પદાર્થ તે અંગેની તપાસ બાદ વધુ હકીકતો સામે આવવાની શક્યતા છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular