મોરબી એસ.ઓ.જી.સ્ટાફને બાતમી મળેલ કે, હળવદ તાલુકાના કડીયાણા ગામે દવાખાનુ ચલાવતા એક ઇસમ નરેન્દ્રભાઇ જયંતિભાઇ કૈલા નામનો વ્યક્તિ ડીગ્રીવગર ડોકટરી પ્રેકટીસ કરતા હોવાનુ તથા દવાખાનામાં એલોપેથીક દવાનો જથ્થો રાખી બિમાર દર્દીઓની સારવાર કરતા હોવાની બાતમી મળતા તુરત જ તબીબી અધિકારી PHC જુના દેવળીયાને બોલાવી સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી અલગ અલગ કંપનીની દવાઓ જેમા ટેબલેટ, સીરપ, ઇન્જેકશનો,બી.પી.ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેથોસ્કોપ, વિગેરે મળી કુલ કિ.રૂ.44,532/- તથા રોકડા રૂપીયા 1150/- વિગેરે મળી કુલ કિ.રૂ.45682 રૂપિયાના મુદ્દામાલ સાથે મળી આવતા બી.એન.એસ. – 2023ની કલમ-125 તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ 30, 33 મુજબની કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આગળની કાર્યવાહી હળવદ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરેલ છે.