ટંકારામાં આવેલ ઉગમણા નાકા પાસે આવેલ કોળીવાસના ચોકમાં જાહેર જગ્યા પર ગોળ કુંડાળું વળીને જુગાર રમતા ચાર શખ્સોને 1590 રૂપિયાના મુદ્દા માલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટંકારા શહેરમાં આવેલ ઉગમણા નાકા પાસે આવેલ કોળી વાસ ચોકમાં જાહેર જગ્યા પર ગોળ કુંડાળું વરીને હાર જીતનો જુગાર રમતા ચાર શખ્સો આનંદભાઈ શિવાભાઈ દંતેશરીયા રહે ઉગમણા નાકા ટંકારા, વિશુલભાઈ મહેશભાઈ વકાતર રહે. નગર નાકા પાસે ટંકારા, પરસોત્તમભાઈ મનજીભાઈ દંતેશરિયા રહે ટંકારા, જગદીશભાઈ બાબુભાઈ ઉધરેજા રહે ટંકારા વાળાને રોકડ રૂપિયા 1590 રૂપિયાના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે