મોરબીના શક્ત સનાળા નવ પ્લોટ વિસ્તારમાં જૂની બોલાચાલીનો ખાર યુવકને એક શખ્સે લાકડાના ધોકા વડે માર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શક્ત સનાળા નવ પ્લોટ વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ ભીમજીભાઈ સોલંકી (ઉં.વ. ૨૯) એ આરોપી રાજુભાઈ ખોડાભાઈ બોરીચા રહે. શક્તશનાળા મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદી અનુસુચીત જાતીના હોવાનુ જાણવા છતા ફરીયાદીને જાહેરમા જાતી પ્રત્યે અપ- સબ્દો બોલી ઝગડો કરી ફરીયાદીને એક ઢીકો મોઢા ઉપર મારી તથા નાનો લાકડાનો ધોકો કપાળના ભાગે મારી ઇઝા કરી નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ભારતીય ન્યાય સંહીતા ની કલમ-૧૧૫(૧) તથા એટ્રોસીટી એક્ટ ની કલમ, ૩(૧)(આર)(એસ), ૩(૨)(૫૫એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.