Homeગુજરાતમોરબીમોરબીના જેતપર રોડ પર આવેલ 'નેક્ષા સ્પા' પર SOG નો દરોડો: જાહેરનામાના...

મોરબીના જેતપર રોડ પર આવેલ ‘નેક્ષા સ્પા’ પર SOG નો દરોડો: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) ની ટીમે જેતપર રોડ પર બેલા ગામની સીમમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ચાલી રહેલા ‘નેક્ષા સ્પા’ (Nexa Spa) પર આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના નિયમોનો ભંગ જોવા મળતા સ્પા સંચાલક સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબી SOG ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બહુચર કોટા નજીક આવેલ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ સ્પા પાર્લરની તપાસ કરવામાં આવી હતી. સ્થળ પર હાજર સ્પા સંચાલક પ્રિન્સ ભરતભાઈ વાઢેર (ઉં.વ. ૨૦, રહે. પાવનપાર્ક-૨, સામાકાંઠે, મોરબી, મૂળ રહે. સોનપરા, તા. ગીર ગઢડા) ની પૂછપરછ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સ્પામાં કામ કરતા બે વર્કરોના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ ન કરાવી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના જાહેરનામા મુજબ સ્પામાં સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ડેટા પણ જાળવવામાં આવ્યો ન હતો. જાહેરનામાના સરેઆમ ભંગ બદલ SOG પોલીસે આરોપી પ્રિન્સ વાઢેર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૨૨૩ મુજબ કાર્યવાહી કરી નોટિસ આપવાની તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular