વર્ષ 2025-26 દરમિયાન જપ્ત કરાયેલી 70,937 બોટલ-ટીન પોલીસ, રેવન્યુ અને નશાબંધી વિભાગની હાજરીમાં નષ્ટ કરાઈ
હળવદ તથા માળીયા પોલીસ સ્ટેશનનો સને ૨૦૨૫-૨૬ ના વર્ષનો ઇંગ્લીશ દારુનો જથ્થો કુલ બોટલ નંગ-૭૦૯૩૭ કિ.રૂ.૩,૦૮, ૮૭,૩૫૪/- નો પ્રોહિબીશન મુદામાલ હળવદ તથા માળીયા પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે.
હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ તથા માળીયા (મી.) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.એસ.પટેલ દ્વારા જરૂરી મંજુરી મેળવી ઇંગ્લીશ દારૂનો જથ્થો સુખપર ગામની સીમ, ડેમ જવાના રસ્તે ખરાબા વાળી પડતર જગ્યાએ લઇ જઈને ત્યાં પોલીસ, રેવન્યુ તથા નશાબંધી વિભાગના અધિકારીને સાથે રાખી સરકારી પંચોની હાજરીમાં સને ૨૦૨૫-૨૬ ના વર્ષનો (૧) હળવદ પોલીસ સ્ટેશનના કુલ-૬૭ ગુનાનો વિદેશી દારૂની બોટલ/બીયર નંગ-૩૫૪૪૬ જેની કિ.રૂ ૧,૦૮,૯૮, ૨૬૬/- નો તેમજ (૨) માળીયા પોલીસ સ્ટેશનના કુલ-૨૨ ગુનાનો વિદેશી દારૂની બોટલ નંગ-૩૫૪૯૧ જેની કિ.રૂ ૧,૯૯,૮૯,૦૮૮/- મળી કુલ વિદેશી દારૂ બોટલ/ટીન નંગ ૭૦૯૩૭ જેની કિ.રૂ.૩,૦૮,૮૭,૩૫૪/- (ત્રણ કરોડ આઠ લાખ સત્યાસી હજાર ત્રણસો ચોપ્પન) નો પ્રોહીબીશન મુદામાલ ઇંગ્લીશ દારુ તોડીફોડી નાશ કરવામાં આવેલ છે.