રેવન્યુ રેકોર્ડની ચકાસણી સાથે સરકારી જમીનોનું નિરીક્ષણ; ગ્રામજનો સાથે સંવાદ કરી વિકાસકાર્યોની સમીક્ષા
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી તાલુકાના બગથળા ગામની મુલાકાત લઈ સંપૂર્ણ દફતર તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ગામના રેવન્યુ રેકોર્ડની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી.
કલેક્ટરે સરકારી ખરાબા, ગૌચર જમીન, નીમ થયેલ ગામતળ તેમજ અન્ય વિવિધ સર્વે નંબરોની સ્થળ મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જમીન સંબંધિત નોંધો અને રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ગ્રામજનો સાથે સંવાદ કરી તેમની રજૂઆતો સાંભળી હતી. સાથે જ ગામમાં ચાલી રહેલા વિકાસકાર્યો, ઉપલબ્ધ જનસુવિધાઓ તેમજ સ્થાનિક પ્રશ્નોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.