વાંકાનેર શહેરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે મફતિયાપરામા નરસિંહભાઈ પાંચાભાઈ ચૌહાણના ઘર પાસે ખૂલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે
મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાંકાનેર શહેરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે મફતિયાપરામા નરસિંહભાઈ પાંચાભાઈ ચૌહાણના ઘર પાસે ખૂલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો સુરેશભાઈ વશરામભાઈ ગર રહે. મફતિયાપરા વાંકાનેર, મહેશભાઈ ધીરૂભાઈ સંઘાર રહે. રાજકોટ, આકાશભાઈ ઉર્ફે કાનો નારણભાઈ જોગીયાણી રહે. મફતિયાપરા વાંકાનેર, સાગરભાઈ કેશાભાઈ વિકાણી રહે. મફતીયાપરા વાંકાનેર, લાલો ગોરધનભાઈ જોગીયાણી રહે. મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૦૨૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.