Homeગુજરાતમોરબીવાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે ટ્રાફિક પોઈન્ટ પર હેડ કોન્સ્ટેબલની ફરજમાં રૂકાવટ કરી...

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે ટ્રાફિક પોઈન્ટ પર હેડ કોન્સ્ટેબલની ફરજમાં રૂકાવટ કરી ધમકી આપનાર બે શખસો સામે ગુનો

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક નેશનલ હાઈવે પર ફરજ પરના પોલીસ કર્મચારીને રોંગ સાઈડમાં વાહન ન ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા બે શખસોએ પોલીસ સાથે ગાળાગાળી કરી, કાયદેસરની ફરજમાં રુકાવટ ઊભી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અનારામ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ માલાભાઈ રબારી તથા અન્ય પોલીસ કર્મચારીઓ જીનપરા જકાતનાકા પાસે ટ્રાફિક ફરજમાં હતા. તે દરમિયાન એક એક્ટીવા રજીસ્ટર નંબર GJ-23-EL-7 રોંગ સાઈડમાંથી આવી રહ્યું હોય, પોલીસે તેમને અટકાવી રોંગ સાઈડમાં વાહન ન લઈ જવા જણાવ્યું હતું. આ બાબતે ઉશ્કેરાઈને એક્ટીવા ચાલક તથા પાછળ બેઠેલા સતુભા ઝાલા રહે. બંને વાંકાનેર નામના શખસે પોલીસ સાથે ઝઘડો કરી ઉગ્ર બોલાચાલી કરી હતી. આરોપીઓએ પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી, ભૂંડી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. ૨૦૨૩ની કલમ ૨૨૧, ૩૫૨, ૩૫૧(૨-૩) અને ૫૪ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular