Homeગુજરાતમોરબીવિશ્વ તમાકુ નિષેધ દિવસે ગાયત્રી પરિવારનું વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન

વિશ્વ તમાકુ નિષેધ દિવસે ગાયત્રી પરિવારનું વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન

31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ગાયત્રી પરિવાર મોરબી દ્વારા નવા બસ સ્ટેશન ખાતે સવારે 9 વાગ્યે વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત વ્યસનના દુષ્પ્રભાવ અંગે લોકોને માહિતગાર કરવા માટે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું

સાથે સાથે વ્યસનમુક્તિ અંગેની માહિતી આપતી પત્રિકાઓ અને પુસ્તિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી લોકોમાં વ્યસન પ્રત્યે જાગૃતિ ફેલાય અને તેમાંથી મુક્તિ મેળવવા અંગે માર્ગદર્શન મળી રહે.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટે તબિયત સારી ન હોવા છતાં હાજરી આપી હતી અને ગુરુદેવ રામ શર્મા આચાર્યના કાર્યને આગળ વધારવાના પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું હતું

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular