હળવદ પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હામાં વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીને મોરબી શહેર વિસ્તારના કાલીકા પ્લોટ વિસ્તારમાંથી પકડી પાડી રાજકોટ જીલ્લા જેલ હવાલે મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફને ખાનગી રાહે મળેલ બાતમી કે, હળવદ પોલીસ સ્ટેશનનો બળાત્કારના ગુન્હાનો આરોપી જુસબ ઉર્ફે અચો ઉર્ફે અસલમ સલીમભાઇ નારેજા (ઉ.વ.૩૧) રહે હળવદ ભવાની નગર લાંબી ડેરી ઢોરો વિસ્તાર,તા.હળવદ જી.મોરબી વાળાને સેસન્શકોર્ટ મોરબીએ આજીવન કેદની સજા કરેલ જેથી રાજકોટ જીલ્લા જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હોય અને આરોપીએ નામદાર હાઇકોર્ટમાંથી દિન-૯ ની વચગાળાના જામીન રજા મેળવી જેલ મુક્ત થયેલ હતો જેને તા.૧૯/૦૬/૨૦૨૬ ના રોજ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ આરોપી હાજર થયેલ નહિ અને પેરોલ જમ્પ થયેલ છે જેથી આરોપી કેદીને ખાનગી બાતમી આધારે મોરબી કાલીકા પ્લોટ, સાયન્ટીફીક રોડ ખાતેથી મળી આવતા પકડી રાજકોટ જીલ્લા જેલ હવાલે કરવા માટે તજવીજ કરેલ છે.