Homeગુજરાતમોરબીવાંકાનેરમાં વૃદ્ધને નીચે પાડી લૂંટ કરનાર ત્રણ સગીરો ઝડપાયા: રૂ. 68 હજારનો...

વાંકાનેરમાં વૃદ્ધને નીચે પાડી લૂંટ કરનાર ત્રણ સગીરો ઝડપાયા: રૂ. 68 હજારનો મુદ્દામાલ રિકવર કરાયો

વાંકાનેર; ગઈ તા.ર૦/૦૭/૨૦૨૬ ના સાંજના આસરે સવા ચારેક વાગ્યાના અરશામાં ફરીયાદી હરીલાલ નાનજીભાઇ વિડજા (ઉ.વ.૭૯) રહે,રવાપર રોડ,ક્રિષ્ણા સ્કુલની સામે, ડી-૭૦૧,વેલકમ પ્રાઇડ, મોરબી જી.મોરબી વાળા ચાલીને વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકાથી દાણાપીઠ તરફ જતા હતા તે વખતે રસ્તામા આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા પોતાના કબ્જાની મો.સા લઇ ફરીયાદી પાસે આવી. ફરીયાદીના હાથમા રહેલ થેલાની માંગણી કરતા ફરીયાદીએ થેલો આપવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદીને ઘેરી લઇ ફરીયાદિ પાસેથી થેલો જુટવવા ફરીયાદિ સાથે ઝપાઝપી કરી ફરી.ને નિચે પાડી દઇ ફરીયાદિના થેલામા રહેલ પાકીટમા રાખેલ આસરે રુપીયા ૩૦૦૦/- તથા ઓળખ કાર્ડ તથા અન્ય ડોક્યુમેંટ સાથે થેલો ફરીયાદી પાસેથી જુંટવી લઇ એક બીજાની મદદગારી કરી લુંટ કરી નાશી ગયેલ હોવાનો ગુન્હો રજીસ્ટર થયેલ.

જે લુટના ગુન્હાનો ભેદ ઉકેલવા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમા રહી સીસીટીવી ફુટેજ આધારે તેમજ ટેકનીકલી માધ્યમથી અને પોલીસ સ્ટાફના હુમન સોર્સીસ થી બાતમી મેળવી વાંકાનેર શહેરમાં બનેલ લુટના ગુન્હાનો ભેદ ઉકેલી ત્રણ કાયદાના સંઘર્ષમા આવેલ કિશોરોને હસ્તગત કરી ૬૮,૦૦૦ નો મુદામાલ રીકવર વાંકાનેર સીટી પોલીસે રીકવર કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular