Homeગુજરાતમોરબીમોરબીમાં પ્રોહિબિશનના 6 ગુનામાં ફરાર રીઢો બુટલેગર એલસીબીએ ઝડપી પાડ્યો

મોરબીમાં પ્રોહિબિશનના 6 ગુનામાં ફરાર રીઢો બુટલેગર એલસીબીએ ઝડપી પાડ્યો

લગભગ એક વર્ષથી પોલીસને ચકમો આપતો આરોપી જૂના દેવળિયા ગામેથી ઝડપાયો; આગળની કાર્યવાહી શરૂ

મોરબી એલ.સી.બી./પેરોલ-ફર્લો સ્કવોડે પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં ફરાર ચાલતા રીઢા બુટલેગરને ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા ઘણા સમયથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો.

પોલીસને ખાનગી બાતમી મળી હતી કે માળીયા (મીં.) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા નવેક મહિનાથી ફરાર આરોપી વિજય જયંતીભાઈ અઘારા (રહે. જૂના દેવળિયા, તા. હળવદ, જી. મોરબી) પોતાના રહેણાંક મકાને હાજર છે. આ આરોપી સામે અન્ય પ્રોહિબિશનના ગુનાઓમાં પણ કાર્યવાહી બાકી હોવાનું જાણવા મળ્યું હતું.

બાતમીના આધારે એલસીબીની ટીમે જૂના દેવળિયા ગામે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને મોરબી એલસીબી કચેરી ખાતે લાવી પ્રોહિબિશનના ગુનામાં કાયદેસરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular