Homeગુજરાતમોરબીવાંકાનેર: ‘જનતા મોબાઈલ’ની દુકાનમાં ચાલતું હતું IPL સટ્ટાનું નેટવર્ક, પોલીસે દરોડો પાડી...

વાંકાનેર: ‘જનતા મોબાઈલ’ની દુકાનમાં ચાલતું હતું IPL સટ્ટાનું નેટવર્ક, પોલીસે દરોડો પાડી સંચાલકની ધરપકડ કરી

વાંકાનેર: આઈપીએલ (IPL) ની સીઝન શરૂ થતાની સાથે જ ક્રિકેટ મેચ પર હાર-જીતનો જુગાર રમતા તત્વો સક્રિય થયા છે. ત્યારે વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે પ્રતાપ રોડ પર આવેલી એક મોબાઈલની દુકાનમાં દરોડો પાડી ટાટા આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતા એક શખ્સને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમા હોય તે દરમિયાન વાંકાનેરના પ્રતાપ રોડ પર આવેલી એક જનતા મોબાઈલની દુકાનમાં દરોડો પાડતા ટાટા આઇપીએલ ટી-૨૦ મા સન રાયજર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ ટીમો વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં જ હારજીત તથા રનફેર ઉપર જુગાર રમતા હારજીતનો જુગાર ના સોદા અજાણ્યા શખ્સને ફોન પર લખાવી રમતો અને રમાડતો આરોપી સમીર યુનુસભાઈ ગોરી (ઉ.વ.૩૯) રહે. બંધુ સમાજ હોસ્પિટલ સામે પ્રતાપ રોડ વાંકાનેરવાળાને રોકડ ૧૨૨૦ તથા મોબાઇલ ફોન -૦૧ કિંમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૬૨૨૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ હોવાનું સામે આવતા અજાણ્યા શખ્સ સહિત બે ઈસમો વિરૂદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular