વાંકાનેર શહેર ભાટીયા સોસાયટીના રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળેલ કે,, વસીમભાઇ રફીકભાઇ બ્લોચ રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી વાળો પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ગાંજાનો જથ્થો ૯૩૫ ગ્રામ કિ.રૂ.૪૬,૭૫૦ તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫૧,૭૫૦ ના મુદામાલ સાથે આરોપી મળી આવતા એન.ડી.પી.એસ. એકટ કલમ-૮ (સી) ૨૦ (બી) (૨-એ), ૨૯ મુજબની કાર્યવાહી કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આગળની કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરેલ છે.