Homeગુજરાતમોરબીહળવદમાં પ્રોહિબિશનના ગુન્હામા છેલ્લા 13 વર્ષથી નાસતો ફરતો ઇસમ રાજસ્થાનથી ઝડપાયો મોરબી હળવદમાં પ્રોહિબિશનના ગુન્હામા છેલ્લા 13 વર્ષથી નાસતો ફરતો ઇસમ રાજસ્થાનથી ઝડપાયો By morbisahyognews April 11, 2026 146 Share FacebookXPinterestWhatsApp હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશદારૂના ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનના શીરોહી જીલ્લા ખાતેથી મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી /પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે રાજસ્થાન, દિલ્હી વિગરે રાજ્યમાં કામગીરી કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન ટીમને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતા આરોપી રતનલાલ ઉર્ફે રેતનારામ સાજનરામ બિશ્નોઇ રહેવાસી અરણીયાળી તા.ધોરીમન્ના જી.બાડમેર રાજસ્થાનવાળો તેના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા તુરંત જ ઉપરોકત સ્ટાફની ટીમ બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા આ ગુન્હામાં નાસતો ફરતો આરોપી મળી આવતા આરોપીને પ્રોહિબિશનના ગુન્હામાં હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. આમ,હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશદારૂના ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026