Homeગુજરાતમોરબીહળવદના જુના વેગડવાવ ગામે જૂની અદાવતમાં લોખંડના પાઈપ અને સળિયા વડે હુમલો:...

હળવદના જુના વેગડવાવ ગામે જૂની અદાવતમાં લોખંડના પાઈપ અને સળિયા વડે હુમલો: બે શખ્સો સામે ફરિયાદ

હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે જૂની અદાવતને લઈને બે શખ્સોએ યુવક અને તેના મિત્ર પર હુમલો કરી જીવલેણ ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા અને ખેતી કરતા મેરૂભાઈ કેશાભાઈ જખવાડીયા (ઉં.વ.૩૨) એ આરોપી તેમના જ ગામના રામજીભાઈ ચતુરભાઈ સુરેલા તથા વિષ્ણુભાઈ રામજીભાઈ સુરેલા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ અગાઉ ફરીયાદ કરેલ હોય જેનું મનદુખ રાખી ફરીયાદી તથા સાથી બેસેલ હોય ત્યાં આરોપીઓ પોતાના હાથમા પાઈપ તેમજ સણાથી લઈ આવી ફરીયાદીને જેમતેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular