આજે શ્રી રવાપર તાલુકા શાળામાં ધોરણ -8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં શાળાની વર્ષ દરમિયાન પ્રવેશોત્સવ થી માંડીને વિશ્વ યોગ દિવસ વેસ્ટમાંથી બેસ્ટ, માટીકામ, ઉત્સવ ઉજવણીઓ સામજીક વિજ્ઞાન મેળો તથા ચિત્રકામ જેવી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ અને અભ્યાસ ના વિવિધ વિષયોનુ જ્ઞાન તાસ પધ્ધતિ દરમિયાન વિષય શિક્ષકો પાસેથી મેળવી આજે શાળામાંથી વિદાય લઈ રહ્યા છે.
જેમાં અભ્યાસમા મીતેષ ક્રિષ્ના અને શૈલેષ પરમ તેમજ દર્શિત ચિત્રકામમા સંજના, રાધિકા પેન્ટિંગમા, દિયા ગાયનમાં રસ ધરાવે છે કાર્યક્રમમાં દોસ્તીના સોંગને બધાએ ગાઈને કાર્યક્રમની મોજ માણી હતી. શાળાના આચાર્ય તથા શિક્ષકોએ આ વિદ્યાર્થી આગળ વધે તેવી સ્પીચ આપી અને વિવિધ એકટીવીટી માં નંબર મેળવેલ વિદ્યાર્થીને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા.