Homeગુજરાતમોરબીમાળિયાના મોટાભેલામાં પુત્ર બન્યો પિતાનો કાળ: કામધંધા બાબતે ઠપકો આપતા પિતાને કુહાડીના...

માળિયાના મોટાભેલામાં પુત્ર બન્યો પિતાનો કાળ: કામધંધા બાબતે ઠપકો આપતા પિતાને કુહાડીના ઘા ઝીંકતા કરૂણ મોત

માળિયા (મિયાણા): કહેવાય છે કે પિતા સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઠપકો આપતા હોય છે, પરંતુ માળિયાના મોટાભેલા ગામમાં આ ઠપકો એક પિતા માટે જીવલેણ સાબિત થયો છે. નરાધમ પુત્રએ પોતાના જ પિતા પર કુહાડી વડે હિંસક હુમલો કરી બંને પગના કાંડા વાઢી નાખતા વૃદ્ધ પિતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા રહેતા ભરતભાઈ ઉર્ફે ભટ્ટી જીવણભાઈ સોમાણીએ આરોપી પ્રવિણભાઇ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણી વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે જીવણભાઈ સોમાણી આરોપીના પિતા થતા હોય જેથી આરોપીને કામ ધંધા બાબતે ઠપકો આપતા આરોપી તથા જીવણભાઈ વચ્ચે બોલાચાલી થતા આરોપીને સારૂ ન લાગતા આરોપીએ તેનો ખાર રાખી કુહાડી વતી જીવણભાઈ ઉવ.૮૫ વાળાને બન્ને પગમાં કાંડા પાસે ઘા મારી ગંભીર ઈજાઓ કરી હત્યા (ખુન) હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular