હળવદ તાલુકાના જુના અમરાપર ગામમાં શેરીમાં રમતા બાળકો જેવી નજીવી બાબતે પાડોશીએ લોખંડના પાઈપ વડે હુમલો કરતા એક મહિલા અને તેમના સાસુને ઈજાઓ પહોંચી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર મહિલાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના અમરાપર ગામે રહેતા વનીતાબેન ભરતભાઈ જાંબુકીયા (ઉ.વ.૩૦) એ તેમના જ ગામના આરોપી શંકરભાઈ પ્રેમજીભાઈ જાંબુકીયા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દિકરા તેમના ઘર પાસે શેરીમા રમતા હોય ત્યારે ફરીયાદીના છોકરાને શેરીમા રમવા બાબતે બોલાચાલી કરી ફરીયાદીના દિકરાને લોખંડનો પાઇપ લઈને મારવા દોડતા દેકારો થતા ફરીયાદી બહાર આવતા આરોપી સાથે વાત કરતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને લોખંડના પાઈપથી વાંસમા તથા ડાબા હાથની હથેળી પાસે મારમારી ઝપાઝપી કરી મુંઢ ઇજા કરી નીચે પડી જતા ફરીયાદીના સાસુ લાભુબેન કાનજીભાઈ જાંબુકિયા છોડાવવા આવતા તેમને પણ જમણા હાથના કોણીના ભાગે લોખંડનો પાઈપ મારી મુંઢ ઇજા કરી ફરીયાદી તથા સાથીને ભુંડા બોલી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.