Homeગુજરાતમોરબીમોરબીના શનાળા બાયપાસ નજીક ત્રણ વાહનમાંથી વિદેશી દારૂની 9924 બોટલો ઝડપાઈ; એક...

મોરબીના શનાળા બાયપાસ નજીક ત્રણ વાહનમાંથી વિદેશી દારૂની 9924 બોટલો ઝડપાઈ; એક ઈસમની ધરપકડ, પાંચ ફરાર

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શનાળા રોડ પર બાયપાસ નજીક ગુલાબનગર શેરી નંબર -૦૧મા આરોપીઓએ અલગ અલગ વાહન સુઝુકી કેરી GJ-03- BZ- 1336, સુઝુકી કેરી GJ-03-BZ 5747, બોલેરો કાર GJ-36-V-0323 વાળીમાથી વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૯૯૨૪ કિંમત 50,38,800 થાય છે. આ ઉપરાંત 7,00,000 ની કિંમતના ત્રણ વાહનો અને 5,000 નો મોબાઈલ મળી કુલ. 57,43,800 ના મુદ્દામાલ સાથે એક ઈસમ મુસ્તકીમ અલારખાભાઈ સના ગુલાબનગર શેરી નંબર ૦૧ મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય પાંચ ઇસમો નવઘણભાઈ મોહનભાઈ બાંભવા રહે. મોરબી બાયપાસ તુલશીપાર્ક, દિવ્યેશભાઈ મોહનભાઈ બાંભવા રહે. મોરબી બાયપાસ તુલશીપાર્ક, ઓમાન અશરફભાઈ ધારાણી રહે. ખોજા સોસાયટી લાયન્સનગર, યુવરાજસિંહ અનોપસિંહ ડોડીયા રહે. મોરબી તથા ભીમશી કોળી રહે. વજેપર મોરબીવાળા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular