Homeગુજરાતમોરબીટંકારાના નેકનામ પડધરી રોડ પર ટ્રકમાંથી વિદેશી દારૂની 14352 બોટલો ઝડપાઈ 

ટંકારાના નેકનામ પડધરી રોડ પર ટ્રકમાંથી વિદેશી દારૂની 14352 બોટલો ઝડપાઈ 

ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ ઉપર બંધ બોડીની ટ્રકમાંથી નાની મોટી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૪૩૫૨ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૫૯, ૯૪, ૦૦૦/- નો મુદામાલ ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

ટંકારા પોલીસના સ્ટાફ પ્રોહીબીશન ડ્રાઇવ સબબ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સ્ટાફને મળેલ બાતમીના આધારે, નેકનામ-પડધરી રોડ ઉપર બંધ બોડીની ટ્રકમાંથી નાની મોટી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૪૩૫૨ કી.રૂ. ૫૬,૯૪,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૫૯,૯૪,૦૦૦/- નો મુદામાલ પકડી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે આરોપી LPT 407 બંધ બોડી ટ્રક નંબર-GJ-14-Z-6857 નો ચાલક તથા નવઘણભાઇ મોહનભાઇ બાંભવા રહે. શનાળા બાયપાસ તુલસીપાર્ક મોરબીવાળા વિરુદ્ધ પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધી પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular