મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર એમ-૧૫૬ આરોપી ઉદયરાજસીંહ ભુપતસિંહ પરમારે પોતાના કબ્જા ભોગવટવાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૧૦૪ કિંમત રૂપિયા ૨,૮૯,૮૧૦ નાં મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય બે શખ્સો ધર્મેન્દ્રભાઇ રોહિતભાઈ દેવાયતકા રહે. શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી તથા સિધ્ધરાજ સિંહ જયદેવસિંહ જાડેજા રહે. શક્તશનાળા મોરબીવાળા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.