માળીયા મીયાણા ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે, કચ્છ-મોરબી હાઇવે ઉપરથી હ્યુન્ડાઇ કંપનીની સેન્ટ્રો ગાડી રજીસ્ટર નં-GJ-01-HM-0110 વાળીના પાછળની સીટમા બનાવેલ ચોરખાના માથી અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૯૬ કી. રૂ. ૧,૧૬,૪૦૦/- તથા ગાડી મળી કુલ રૂ ૨,૧૬,૪૦૦/- ના મુદામાલ સાથે એક ઇશમને માળીયા (મીં) પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફ દ્વારા સ્થાનિક સ્વરાજની ચુંટણી અનુસંધાને ઓનેસ્ટ ચેક પોસ્ટ ખાતે વાહનનોનુ ઘનિષ્ઠપુર્વક ચેકીંગ કરતા હોય દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, કચ્છ તરફથી હ્યુન્ડાઈ કંપનીની સેન્ટ્રો ગાડી રજી નં-GJ-01- HM-0110 વાળીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી મોરબી તરફ જનાર છે. તેવી ચોક્કસ બાતમીના આધારે માળીયા મીંયાણા ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે કચ્છ-મોરબી હાઇવે રોડ ઉપર જરૂરી વોચ ગોઠવી બાતમીવાળી ગાડી મળી આવતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૯૬ કિ.રૂ. ૧,૧૬,૪૦૦/- તથા ગાડી મળી કુલ રૂ ૨,૧૬,૪૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમ ઘનશ્યામ ભાઈ ડાયાભાઈ પરમાર (ઉ.વ.૨૮) રહે. કીડીયાનગર તા.રાપર જી.કચ્છવાળાને પકડી પાડી પ્રોહીબીશન હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.