ટંકારા તાલુકાના ઓટળા ગામે ખોડાપીપર જવાના રસ્તે પાતળી તરીકે ઓળખાતી સિમમા જમીનના શેઢાની માપણી બાબતે મનદુઃખ હોય જેનો ખાર રાખી બે પક્ષો વચ્ચે માથાકુટ થતા બંને પક્ષો દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા ભરતભાઈ પરસોત્તમભાઈ દેસાઈ (ઉ.વ.૫૨) એ તેમના જ ગામના આરોપી કનુભાઈ બચુભાઈ ગોલતર, બચુભાઈ લધુભાઈ ગોલતર તથા આયુષ કનુભાઈ ગોલતર વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી કનુભાઈ તથા બચુભા સાથે ફરીયાદીની ઓટાળા ગામની સીમમા એક સેઢે જમીન આવેલ હોય જે જમીનના શેઢાની માપણી બાબતેનું મનદુખ હોય જેના કારણે આ કામના આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો દઇ પકડી રાખી ઢીકાપાટુનો માર મારેલ તથા આરોપી આયુષે પોતાની ઇકો કાર લઇ આવી ઇકો માંથી ધોકો કાઢી ફરીયાદિના બન્ને પગમાં માર મારી ઇજાઓ પહોંચાડી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામાપક્ષે ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા કનુભાઈ બચુભાઈ ગોલતર (ઉ.વ.૪૨) એ તેમના જ ગામના આરોપી ભરતભાઈ પરસોત્તમભાઈ દેસાઈ તથા હેમરાજભાઇ પરસોત્તમભાઈ દેસાઈ તથા ભરતભાઈના પત્ની વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ભરતભાઈ તથા હેમરાજભાઈ સાથે ફરીયાદીની ઓટાળા ગામની સીમમા એક સેઢે જમીન આવેલ હોય જે જમીનના શેઢાની માપણી બાબતેનું મનદુખ હોય જેના કારણે આરોપીઓએ ફરીયાદીના દિકરો આયુષ ઉ.વ-૧૯ વાળો વાડીએ બળતણ માટે લાકડા કાપતો હોય જેને જેમ ફાવે તેમ ગાળો દઇ ઢીકાપાટુનો માર મારેલ તથા આરોપીઓએ ટીશર્ટ ફાડી નાખી તેમજ આરોપીઓએ તેની પાસે રહેલ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી હતી.
બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.