અત્યાર સુધીના ૫૪ કેમ્પમા કુલ ૧૫૨૩૬ લોકોએ લાભ લીધો તેમજ ૬૯૭૨ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૪-૨૦૨૬ શનીવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન સ્વ.રમણીકલાલ જગજીવનભાઈ પોપટ (હ.નિતીનભાઈ, દીપક ભાઈ-રીધ્ધી ફટાકડા, ચેરમેન શ્રી-મોરબી નાગરિક બેંક) તથા પોપટ પરિવાર ના સહયોગથી કેમ્પ યોજાશે.
જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો. બળવંતભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દીઓની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે.
ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.
વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી- ૯૮૨૫૦ ૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨ ૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮ ૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦ ૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૫૪ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૧૫૨૩૬ લોકો એ લાભ લીધો હતો તેમજ ૬૯૭૨ લોકો ના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.