માળીયા (મિં.) પોલીસ સ્ટેશનના હત્યાની કોશીશના ગુન્હાના રીમાન્ડ પરના આરોપીના કબ્જામાંથી દેશી બનાવટની પિસ્તોલ તથા જીવતા કાર્ટીઝ નંગ-૦૯ માળીયા(મિં.) પોલીસે જપ્ત કર્યા છે.
માળીયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૧૦૯(૧)ના ગુન્હાની તપાસ પોલીસ ઇન્સ્પેકટર ચલાવી રહેલ હોય તેમજ રીમાન્ડ પરના આરોપી કીશોરભાઇ દેવદાનભાઈ લોખીલ (ઉ.વ.૩૭) રહે મોટા દહિંસરા ગામ, તા. માળીયા મી. જી.મોરબી વાળાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનેથી પિસ્તોલ (હથિયાર) નંગ-૦૧ કી.રૂ.૫૦૦૦/- તથા જીવતા કાર્ટીઝ નંગ-૦૯ કિં.રૂ.૯૦૦/- મળી કુલ કી.રૂ.૫૯૦૦/- નો મુદામાલ શોધી કાઢી વધુ એક હથીયારધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.