વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર ખનન સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાંકાનેર તાલુકાના ઓળ ગામના હડમર ધાર વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનિજ ખનન અંગે મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ રેન્જના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક તથા સ્થાનિક પોલીસ ટીમ સાથે ખનિજ વિભાગના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન ગેરકાયદેસર ખનનમાં વપરાતા અનેક વાહનો અને મશીનો ઝડપી પાડવામાં આવ્યા હતા.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર એચ.એ.જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકાના ઓળ ગામની હળદર ધાર વિસ્તારમાં ગેર કાયદેસર ખનીજનુ ખનન કરતા હોવાની બાતમી મળતા મળેલ બાતમીની જાણ ખાણ ખનીજ વિભાગ મોરબીનાઓને કરી પોલીસ તથા ખાણ ખનીજ વિભાગની ટીમો દ્વારા બનાવવાળી જગ્યાએ રેઇડ કરતા ટાટા કંપનીનુ ડમ્પર રજીસ્ટર નંબર GJ-36-X-9153 (ખનીજ મુદામાલ સહિત) કિ.રૂ.૩,૦૦,૦૦,૦૦૦, ટાટ કંપનીનુ ડમ્પર, GJ-36-X-8804, ટાટા કંપનીનુ ડમ્પર GJ-36-V-9949 કિંમત રૂપિયા ૩०,০০,০০০ તથા સેની કંપનીનુ EXCAVATOR મોડ-SY210-C-9 સીરીયલ નં-23SY2100001694 કિંમત ३.૫०,००,००० મળિ કુલ કિંમત રૂપિયા કિ રૂ. ૪,૧૦,૦૦,૦૦૦નો મુજબનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.