હળવદ તાલુકાના રણમલપુર ગામે વીજ થાંભલો ઉભો નહી કરવા બાબતે બોલાચાલી કરી વૃદ્ધને ત્રણ શખ્સોએ લાકડી વડે મારમારી જાતી પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા અને ખેતી કરતા પુનાભાઈ દેવાભાઈ રાઠોડ (ઉ.વ.૬૧) એ આરોપી હરજીભાઇ કરમશીભાઇ રબારી, નરેશભાઇ હરજીભાઇ રબારી તથા ખોડાભાઇ ગોવિંદભાઇ રબારી રહે બધા-રણમલપુર તા-હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી સાથે આરોપીઓએ વીજપોલ ઉભો નહી કરવા બાબતે બોલાચાલી ઝગડો કરી ફરીયાદીને જાતી પ્રત્યે હડધુત કરી ગાળો આપી લાકડી વડે મારમારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.