મોરબી: મોરબી ફાયર કંટ્રોલ રૂમને સાંજે 08 વાગ્યા ની આસપાસ જાણ મળી હતી કે માળીયા હાઈવે પર લક્ષ્મીનગર નજીક પાર્કિંગમાં ઉભેલા એક LPG ટેન્કરના કેબીનમાં આગ લાગી છે. જાણ મળતા જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
ફાયર બ્રિગેડે ઝડપી કામગીરી કરીને થોડા જ સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે જે LPG ટેન્કરમાં આગ લાગી હતી તે ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળેલ નથી.