મોરબીના વાવડી રોડ પર આવેલી મીરા પાર્ક સોસાયટીમાં રાત્રિના સમયે સોસાયટીના ગરબી ચોકમાં બેસવા જેવી નજીવી બાબતે એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ મીરા પાર્ક સોસાયટીમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા ઋત્વિકભાઈ ધીરુભાઈ ગોસ્વામી (ઉ.વ૨૦) એ તે જ સોસાયટીમાં રહેતા આરોપી કુલદિપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સોસાયટીના ગરબી ચોકમાં બેસવા જેવી નજીવી બાબતે ફરીયાદી સાથે આરોપીએ ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર મારી છરી વડે હાથની આંગળીમાં ચાર ટાંકા જેવી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે