Homeગુજરાતમોરબીહળવદમાં વાડીના રસ્તા બાબતનો ખાર રાખી ખેડૂત પર જીવલેણ હુમલો

હળવદમાં વાડીના રસ્તા બાબતનો ખાર રાખી ખેડૂત પર જીવલેણ હુમલો

હળવદ તાલુકાના રાયસંગપર રોડ પર આવેલી વાડીમાં રસ્તાના પ્રશ્ને ચાલી રહેલી મનદુઃખમાં એક ખેડૂત પર હથિયારોથી સજ્જ થઈને આવેલા ટોળાએ હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વાડીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા લોકોએ પાક અને ટપક સિંચાઈ પદ્ધતિને નુકસાન પહોંચાડ્યા બાદ વિરોધ દર્શાવતા ખેડૂત પર પાઇપ, કોસ, લાકડીઓ અને સળિયા વડે તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદના કૃષ્ણનગરમા રહેતા ખેતી કરતા જગદીશભાઈ થોભણભાઈ સોનગ્રા (ઉ.વ.૪૫) એ આરોપી વિપુલભાઈ હીરાભાઈ ચાવડા, કરશન અમરશી ચાવડા, સંજય નરશી, સુંડા નરશી, રોહીત કરશન, ભાવેશ હીરા, રૂખીબેન નરશીભાઈ, જશુબેન સુંડાભાઈ, મીનાબેન સંજયભાઇ, હીરાબેન કરશનભાઈ, લીલાબેન હીરાભાઇ, તેજલબેન રોહીતભાઇ, વિપુલભાઈના પત્નિ, મહેશ ઈશ્વર, ચંદુ ગંગારામભાઈ, રહે. બધા હળવદ તથા અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ પ્રાણઘાતક હથીયારો ધારણ કરી ફરીયાદી સાથે વાડીના રસ્તા બાબતે મન:દુખ ચાલતુ હોય જે બાબ તેનો ખાર રાખી ફરીયાદીના વાડીએ આવી ફરીયાદી સાથે બોલાચાલી ઝગડો કરી ફરીયાદીને લખંડની કોસથી માર મારી ફરીયાદીના જમણા હાથમા ફેકચરની ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની વાડીમા પાકમા નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular