Homeગુજરાતમોરબીનાનાભેલામાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણીનું આયોજન: રાસ ગરબા અને મટકીફોડની રમઝટ બોલશે

નાનાભેલામાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણીનું આયોજન: રાસ ગરબા અને મટકીફોડની રમઝટ બોલશે

શ્રી રામેશ્વર ઢોલ-ત્રાસા યુવા મંડળ દ્વારા આગામી ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ નાનાભેલા ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે સવારે ૭:૩૦ કલાકે શોભાયાત્રા, સવારે ૧૦:૦૦ કલાકે રાસ ગરબા અને બપોરે ૧૨:૦૦ કલાકે મટકીફોડનો કાર્યક્રમ યોજાશે.

આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જાણીતા કલાકારો ચાંદની પટેલ, નીતીન ગઢવી અને કશ્યપ અગ્રાવત પોતાના સૂર રેલાવશે, જ્યારે કાનુડાના પાત્રમાં ‘ગર્વ’ અને બલરામના પાત્રમાં ‘નૈતિક’ વિશેષ આકર્ષણ જમાવશે.

ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પૂર્ણાહુતિ બાદ બપોરે ૧૨:૩૦ કલાકે શ્રી રામેશ્વર સમાજ વાડી ખાતે સમુહ ફરાળનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સવની શોભા વધારવા માટે શ્રી રામેશ્વર ઢોલ-ત્રાસા યુવા મંડળ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular