Homeગુજરાતમોરબીનવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી

રાસ-ગરબા, મટકી ફોડ, છપ્પનભોગ અને મહાઆરતીથી સમગ્ર નવયુગ સંકુલ બન્યું કૃષ્ણમય

મોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા નવયુગ વિદ્યાલય, નવયુગ શૈક્ષણિક સંકુલ-વીરપર તથા નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કૂલ ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ભક્તિ, સંગીત, રાસ અને ભારતીય સંસ્કૃતિના સંગમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સંકુલમાં રાધા-કૃષ્ણના રાસ, મટકી ફોડ, કૃષ્ણભક્તિના ગીતો અને મહાઆરતી સહિતના કાર્યક્રમોથી ગોકુળ જેવો માહોલ સર્જાયો હતો.

નવયુગ શૈક્ષણિક સંકુલ અને કોલેજ ખાતે ભગવાન શ્રીકૃષ્ણની આરતી સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રાસ, મણિયારો તથા શ્રીકૃષ્ણના જીવન અને સંસ્કૃતિ આધારિત વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. નવયુગના ભૂતપૂર્વ અને વર્તમાન ગાયક-વાદન કલાકારો દ્વારા લાઈવ રિધમ સાથે કૃષ્ણ રાસની રજૂઆત કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌ કૃષ્ણભક્તિના રંગે રંગાઈ ગયા હતા.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મપ્રસંગને જીવંત બનાવવા મથુરાની જેલનું વિશેષ ડેકોરેશન અને ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત વિવિધ યુનિટ દ્વારા મટકી ફોડ અને દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. KGથી ધોરણ-5ના વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ-સુદામા નાટ્યકૃતિ તથા રાધા-કૃષ્ણ રાસ રજૂ કરવામાં આવ્યા હતા.

નવયુગ વિદ્યાલય ખાતે ભગવાન શ્રીકૃષ્ણને છપ્પનભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ માટે મટકી ડેકોરેશન અને ઝૂલા ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સાંસ્કૃતિક રાસ અને મટકી ફોડ બાદ મહાઆરતી સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કૂલમાં પણ બાળગોપાલો માટે વિશેષ જન્માષ્ટમી કાર્યક્રમ યોજાયો હતો. કાન્હા પૂજન, આરતી, ભક્તિ રાસ, ગરબા-રાસ અને મટકી ફોડ સહિતના કાર્યક્રમોમાં રાધા-કૃષ્ણ અને બાળગોપાલની વેશભૂષામાં સજ્જ નાના ભૂલકાઓએ સૌનું મન મોહી લીધું હતું. અંતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ જન્માષ્ટમી ઉજવણી માત્ર મનોરંજન પૂરતી સીમિત ન રહી, પરંતુ વિદ્યાર્થીઓને ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાંથી મિત્રતા, કર્તવ્ય, પ્રેમ, ધર્મ અને સંસ્કારના જીવનમૂલ્યોનો સંદેશ આપવાનો પ્રયાસ બની રહી હતી

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાએ સમગ્ર નવયુગ પરિવારને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને જીવનમૂલ્યો સાથે જોડવા પણ જરૂરી છે. તેમણે વિવિધ કૃતિઓ રજૂ કરનાર વિદ્યાર્થીઓ તથા તેમને તૈયાર કરનાર શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ ગ્રુપના વિવિધ યુનિટના સ્ટાફમિત્રોએ આયોજન, ડેકોરેશન, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ, આરતી અને મટકી ફોડ સહિતની વ્યવસ્થામાં મહેનત કરી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular