હળવદ તાલુકાની સિમમા રાયસંગપુર રોડ પર આવેલી સીમ જમીનમાં જેસીબી વડે બંધ પાળા બનાવવાની બાબતે અને રસ્તાના વિવાદને લઈ સોનગ્રા પરિવારના બે જૂથો સામસામે આવી ગયા હતા. વાડીના રસ્તે કામ કરાવવા બાબતે બોલાચાલી થયા બાદ મામલો બિચકતાં બંને પક્ષે ઢીંકાપાટુનો માર મારી ધારીયા, ધોકા અને પાવડા જેવા હથિયારો વડે સામસામે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે બંને પક્ષોએ એકબીજા વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ ખારીવાડી રામનગરમાં રહેતા જયંતિભાઈ રણછોડભાઈ સોનગ્રા (ઉ.વ.૪૪) એ આરોપી ઘનશ્યામભાઈ કરશનભાઈ સોનગ્રા, સંજયભાઈ ઘનસ્યામભાઈ સોનગ્રા, પ્રવિણભાઈ ઘનશ્યામભાઈ સોનગ્રા, કૌશલભાઈ રમેશભાઈ સોનગ્રા રહે. મહાદેવનગર તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ ફરીયાદીની વાડીમા ગેર કાયદેસર પ્રવેશ કરી ફરીયાદી તથા સાથીને ફરીયાદીની જ મીન પર પાળો ન બાંધવા કહી જેમ ફાવે તેમ ગાળો આપી આરોપીઓએ ફરીયાદી તેમજ સાથીઓને ઢીંકા પાટુનો મુંઢ માર મારી આરોપી ઘનશ્યામના હાથમા રહેલ ધોકાથી સાથીને મુંઢ માર મારી તેમજ આરોપી સંજયભાઈ ના હાથમા રહેલ ધારીયા થી સાથીને મુંઢ માર મારી તેમજ આરોપી પ્રવિણભાઈના હાથમાં રહેલ સોરીયાથી સાહેદને મુંઢ માર મારી તેમજ આરોપી કૌશલભાઈના હાથમા રહેલ ધોકાથી સાથીને મુંઢ માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
જ્યારે સામા પક્ષે હળવદ શહેરમાં આવેલ મહાદેવનગરમા રહેતા સંજયભાઇ ઘનશ્યામભાઈ સોનગ્રા (ઉ .વ.૩૨) એ આરોપી જયંતીભાઈ રણછોડભાઈ સોનગ્રા, યોગેશભાઈ જયંતીભાઈ સોનગ્રા, રણછોડભાઈ અમરશીભાઈ સોનગ્રા, નીતીનભાઈ રણછોડભાઈ સોનગ્રા રહે. ખારીવાડી રામનગર હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ ફરીયાદીની જમીને ચાલવાના રસ્તે જે.સી.બી.થી પાળો બાંધતા હોય જેથી પાળો ન કરવા ફરીયાદી તથા સાથી કહેતા આરોપીઓ જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને આરોપી જયંતીભાઈ ના હાથમાં રહેલ સોરીયા થી સાથીને મુંઢ માર મારી તેમજ આરોપી યોગેશભાઈ
હાથમા પાવડો લઈ આવી તેમજ આરોપી રણછોડભાઈ હાથમા ધોકો લઈ આવી તેમજ આરોપી નીતીનભાઈ હાથમાં ધારીયુ લઈ આવી ફરીયાદી તથા સાથી સાથે ઝગડો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.