Homeગુજરાતમોરબીવાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો...

વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર 

વાંકનેર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા નાઇટ પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે નેશનલ હાઇવે જીઆઇડીસી જકાત નાકા નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં આવતી બ્લુ કલરની મારૂતિ સુઝુકી બલેનો કાર રજી.નં. GJ-36-AP-9251વાળી ને રોકી તપાસ કરતા, કારની આગળ-પાછળની સીટો તથા ડેકીમાંથી પ્લાસ્ટિકના કુલ ૨૪ કોથળા (બાયકા) મળી આવ્યા હતા. દરેક કોથળામાં રહેલા કેફી પ્રવાહી દેશી દારૂનો કુલ જથ્થો ૬૦૦ લીટર કિંમત રૂ. ૧,૨૦,૦૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળેથી કાર ચાલક હિમાંશુ જશવંતભાઇ સોલંકી (ઉં.વ. ૨૦) રહે. મોરબીવાળાની અટકાયત કરી હતી. તેની પાસેથી દેશી દારૂના જથ્થા ઉપરાંત રૂ. ૫,૦૦૦ ની કિંમતનો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન તથા રૂ. ૫,૦૦,૦૦,૦/- ની કિંમતની બલેનો કાર મળીને કુલ રૂ.૬,૨૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. દારૂની હેરફેર અંગે પાસ-પરમિટ માંગતા આરોપી પાસે કોઇ આધાર ન હોવાનું સામે આવ્યું હતું.

આરોપીની કડક પૂછપરછમાં આ દેશી દારૂનો જથ્થો કિશન કોળી (રહે. ચીરોડા, તા. ચોટીલા) પાસેથી ભરીને મુસ્કાનબેન અબ્બાસભાઇ કટીયા રહે. માળિયા વનાળિયા, મોરબીવાળાને પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી હતી. જેથી વાંકનેર સીટી પોલીસે દારૂ સપ્લાય કરનાર અને મંગાવનાર સહિતના ગેરહાજર આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular