મોરબી તાલુકાના રામપર (નવા નાગડાવાસ) ગામે આવેલ કુળદેવી શ્રી સુંદરી ભવાની માતાજીના મંદિરમાં તસ્કરોએ તાળાં તોડીને રૂ. ૬.૨ લાખથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીના, ચાંદીની મુર્તિ અને રોકડ રકમની સફાચટ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના નવા નાગડાવાસના વતની અને હાલ રાજકોટ રહેતા મૌલિકભાઈ કરશનભાઈ રાઠોડ (ઉ.વ.૪૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ચોર ઇસમે મોડી રાતના સમયે રામપર (નવા નગાડાવાસ) ગામના રાઠોડ પરીવારના કુળદેવી શ્રી સુંદરી ભવાની માતાના મંદિરના પરીસર અને ગર્ભગૃહના તાડાનો નકુચા તોડી ચોરી કરવાના ઇરાદે ગુન્હાહીત અંદર છુપી રીતે પ્રવેશ કરી ગર્ભગૃહમાં માતાની મુર્તિ ઉપર ચડાવેલ નાના મોટા વજનના સોના ચાંદિના દાગીના તથા ચાદીની મુર્તી અંદાજે કી.રૂ. ૬,૦૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૨૫૦૦/- મળી કુલ ૬,૦,૨૫૦૦/- ના મુદામાલની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.