Homeગુજરાતમોરબીવાંકનેરના કોઠારીયામાં બંધ મકાનના તાળા તોડી રૂ.1.60 લાખની ચોરી મોરબી વાંકનેરના કોઠારીયામાં બંધ મકાનના તાળા તોડી રૂ.1.60 લાખની ચોરી By morbisahyognews August 26, 2026 85 Share FacebookXPinterestWhatsApp વાંકનેર તાલુકાના કોઠારીયા (નવા પ્લોટ વિસ્તાર) ખાતે રહેતા ઉસ્માનગનીભાઈ માથકીયાના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના કિંમતી દાગીના તથા રોકડ મળી રૂ. 1.60 લાખના મત્તાની ચોરી કરી નાસી ગયા હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા ઉસ્માન ગનીભાઈ માથકિયાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઇ અજાણ્યો ચો૨ ઇસમ ફરિયાદીના રહેણાક મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમા પ્રવેશ કરી ફરિયાદિના રહેણાક મકાનના બે રૂમો પૈકી ડાબી બાજુના રૂમમા રાખેલ કબાટનો લોક કોઈ હથીયારથી કોઇપણ રીતે તોડી કબાટના ખાનામાં રાખેલ ફરિયાદિના પત્ની જેનમબેનના સોના ચાંદીના દાગીના જેમા સોનાનો હાંસડી હાર, સોનાની પોંચી, સોનાની વીંટી. સોના ના કાનના એરીંગ સોનાની સેર દિકરી શફીનાબેનના ચાંદીના સાંકળા મળી કિ.રૂ. ૧,૫૦, ૦૦૦તથા રૂ. ૧૦,૦૦૦ રોકડા મળી કુલ રૂ. ૧,૬૦,૦૦૦ ની માલ મતાની ચોરી કરી નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026