મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા ગોકુલનગર ગોશાળા નજીક તળાવની બાજુમાં આવેલી રહેણાંક ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થા એક ઈસમને મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા ગોકુલનગર ગોશાળા નજીક તળાવની બાજુમાં આવેલી રહેણાંક ઓરડીમાં વેચાણ કરવાના ઇરાદાથી રાખેલ વિદેશી દારૂના ચપલા નંગ -૧૫૬ તથા બિયર ટીન નંગ -૩૦ મળી કુલ કિંમત રૂપિયા ૩૦૫૭૪ નાં મુદ્દામાલ સાથે આરોપી શનીભાઈ ઉર્ફે શનીયો શાંતિલાલ કડેવાર (ઉં.વ. ૩૨) રહે. ગોકુલનગર, શનાળા બાયપાસ મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.