ગુજરાતમાં મેડિકલ કેમ્પ, સાર્વજનિક હોસ્પિટલ અને સેવાભાવિ સંસ્થાઓ ઘણી બધી ચાલે છે. પણ આ બધા મા બીમાર માણસો ને રોગ મટાડવા માટે ન ઉપચાર છે. પણ જો શરીર માં કોઈ પણ જાત ના રોગ જ ના થાય એના માટે નું કેન્દ્ર જો ચાલતું હોય તો એક માત્ર સનાતન સાધના કેન્દ્ર નાના ભેલા છે. આ કેન્દ્ર માં અલગ રીતે નીહ શુલ્ક શિબિર અને કોઈ પણ જાતનો શરીરમાં રોગ ન થાય એના માટે ના માર્ગદર્શન અને ઉપચાર ચાલે છે. આ કેન્દ્ર માં કોઈ પણ જાત નો ચાર્જ લેવામાં આવતો નથી.
અહીંયા ડાયાબિટીસ, કેન્સર, વજન ઘટાડવા, માઇગ્રેન, ઘૂંટણ કે બીજા કોઈ પણ દુખાવા માટે દર્દી ને દાખલ કરવામાં આવે છે. અત્યારે અંદાજિત 83 દર્દી દાખલ છે.આ કેન્દ્ર માં નેચરોથેરાપી થી તમામ ઉપચાર કરવામાં આવે છે. તમારું પેટ સાફ તો રોગ માફ આ સૂત્રને સાકાર કરવા માટે મોરબીની અંદર નીચેના સરનામે એક હાઇડ્રોકોલન થેરાપી મશીન નું ભવ્ય ઉદ્ઘાટન તા 27-082026 ને ગુરુવારે નકલંક મંદિર બગથળા ના મહંત શ્રી પૂજ્ય દામજી ર ભગતના વરદ હસ્તે તથા અતિથિ વિશેષ પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયાની ઉપસ્થિતિ માં નીચે પ્રમાણે રાખેલ છે. આની અંદર 45 મિનિટમાં તમારા પેટની અંદર જુનો જામેલો મળ સાફ થઈ અને તમે રોગમાંથી મુક્તિ મેળવી શકો છો .તો આપ સૌને નમ્ર વિનંતી કે આ ઉદઘાટન સમારંભમાં હાજરી આપી અને અમારા ઉત્સાહમાં વધારો કરશો એવી આશા સાથે