Homeગુજરાતમોરબીમોરબીમાં જુગાર રમતા મહિલા પુરુષ સહિત કુલ પાંચ ઈસમો ઝડપાયાં

મોરબીમાં જુગાર રમતા મહિલા પુરુષ સહિત કુલ પાંચ ઈસમો ઝડપાયાં

મોરબી શહેરમાં આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટી સાઇ સ્મીત એપાર્ટમેન્ટ ત્રીજા માળે ફલેટ નં.૩૦૪ માં જુગાર રમતા મહિલા અને પુરુષ મળી કુલ પાંચ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે મોરબીના સામાકાંઠે આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટી સાઇ સ્મીત એપાર્ટમેન્ટ ત્રીજા માળે ફલેટ નં.૩૦૪ માં રેઇડ કરી મહિલા તેમજ પુરૂષ આરોપી મળી કુલ-૦૫ આરોપી બચુભાઇ સાદુરભાઇ ઠાકોર રહે, કોબા સર્કલ અડાલજ રોડ ગાંધીનગર તા.જી.ગાંધીનગર, શંકરજી મેઘાજી ઠાકોર રહે, કોબા સર્કલ અડાલજ રોડ ગાંધીનગર તથા નાગજીભાઇ રામાભાઇ ઠાકોર રહે, અવંતિકા ફાર્મ નભોઇ કોબા તા.જી. ગાંધીનગરવાળાને રોકડા રૂપીયા ૪૬,૮૦૦/ના મુદ્દામાલ સાથે પકડી પાડી મોરબી સીટી બી ડીવી.પો.સ્ટે. જુગાર ધારા ૪,૫ મુજબ ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular