ગુજરાત સત્યાગ્રહ છાવણી – જેતપરથી ભાજપના તમામ 162 ધારાસભ્યો અને 25 લોકસભા સાંસદો માંથી કોઈપણ નેતા આવો ખેડૂતો સાથે LIVE ડિબેટનું ખુલ્લું આમંત્રણ
વીજ પોલ અને તારના કારણે ખેડૂતોને થતા નુકસાન અંગે સરકારના 4-7-2026ના પરિપત્રથી ખેડૂતોને સંપૂર્ણ અને કાયદાકીય વળતર મળે છે—આ દાવો કોઈપણ નેતા કાયદાકીય આધાર અને પુરાવા સાથે સાબિત કરી આપે તો આંદોલન બંધ કરવાની ગુજરાત સત્યાગ્રહ છાવણી–જેતપર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
જો આ દાવો સાબિત ન કરી શકો તો ખેડૂતોની માંગ છે કે જવાબદારી સ્વીકારી રાજીનામું આપો અને ખેડૂતોની સાથે ગુજરાત સત્યાગ્રહ છાવણી–જેતપર ખાતે બેસીને સમર્થન આપો.
હવે ખેડૂતોના પ્રશ્નોના જવાબ માત્ર દલીલોથી નહીં, પરંતુ કાયદા, પરિપત્ર અને હકીકતના આધારે આપવાનો સમય છે.
આવો મેદાનમાં… અને સાબિત કરો કે સરકાર ખરેખર ખેડૂત હિતમાં છે.
ક્યાંક ખેડૂતો હવે આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે, પણ જોવું રહ્યું કે આ ધગધગતા અગ્ની માં કોણ હાથ નાખવા આવશે.