Homeગુજરાતમોરબીટંકારાના બંગાવડીમાં જમીન પચાવી પાડવાના કેસમાં કૌટુંબિક ભાઈ વિરુદ્ધ ફરીયાદ 

ટંકારાના બંગાવડીમાં જમીન પચાવી પાડવાના કેસમાં કૌટુંબિક ભાઈ વિરુદ્ધ ફરીયાદ 

ટંકારા તાલુકામાં આવેલ બંગાવડી ગામની કિંમતી જમીન પર કૌટુંબિક ભાઈએ ગેરકાયદેસર કબ્જો જમાવી જમીન પચાવી પાડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે અમદાવાદ ખાતે રહેતા અને પંજાબ નેશનલ બેંકના નિવૃત્ત મેનેજર દ્વારા કૌટુંબિક ભાઈ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના બંગાવડી ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા અને નીવૃત બેન્ક મેનેજર ડુંગરભાઈ હીરાભાઈ કાસુન્દ્રા (ઉ.વ.૬૮) એ આરોપી સુરેશભાઈ મેઘજીભાઈ કાસુન્દ્રા રહે. બંગાવડી તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ આ કામના ફરીયાદીની વડીલો પાર્જીત ટંકારા તાલુકાના બંગાવડી ગામના સર્વે નં. ૧૮૫/૧ પૈકી ૨ વાળી હૈ.૦૧-૨૯-૫૦ ચો.મી. જમીનમાથી હે.૦૧-૧૫-૩૫ જેટલી જમીનનો તા.૦૨/૦૧/ ૨૦૨૪ થી ગેરકાયદેસર કબજો કરી વાવેતર કરી જમીન પચાવી પાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular