‘જય જવાન, જય કિસાન’ના નારા સાથે સત્યાગ્રહ છાવણી સમિતિનું આહ્વાન
મોરબી: ગુજરાત સત્યાગ્રહ છાવણી સમિતિ દ્વારા મોરબી તાલુકાના રાજપર ગામે આગામી 26 ઓગસ્ટ, 2026ના રોજ રાત્રે 8:30 કલાકે “ખેડૂત જાગૃતિ અને એકતા મીટિંગ”નું આયોજન કરવામાં આવ્યું છે. ‘જય જવાન, જય કિસાન’ના નારા સાથે યોજાનારી આ બેઠકમાં ગુજરાતભરના ખેડૂતોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ કાર્યક્રમનું સ્થળ બીજો જાપો, રાજપર ગામ, તા. મોરબી, જી. મોરબી નક્કી કરવામાં આવ્યું છે. બેઠકમાં ખેડૂતોના પડતર પ્રશ્નો, આગામી દિવસોની રણનીતિ તેમજ ખેડૂત સંગઠનની મજબૂતી અંગે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
ખેડૂત એકતાને વધુ મજબૂત બનાવવાના હેતુથી મોરબી તાલુકાના તમામ ગામોના સરપંચોને પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.