મોરબી સીટી બી ડીવિઝન પોલીસની ટીમે પેટ્રોલીંગ દરમિયાન બે જુદા જુદા વિસ્તારમાં દરોડા પાડીને જાહેરમાં ગંજીપતા વડે તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૦ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને સ્થળો પરથી કુલ રૂ. ૧૨,૬૮૦ ની રોકડ રકમ જપ્ત કરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ યોગીનગર પાછળ આવેલા મફતીયા પરા વિસ્તારમાં લાઈટના અંજવાળે ગોળ કુંડાળું વાળીને તીનપત્તીનો જુગાર રમતા સુરેશભાઈ દેવકણભાઈ બારૈયા રહે. ત્રાજપર , મુનેશભાઈ લાખાભાઇ સુરેલા રહે. યોગી નગર, સંજયભાઈ મનુભાઈ સનુરા રહે. ત્રાજપર ખારી, રવિભાઈ હરેશભાઈ દેગામા રહે. મફતીયાપરા શોભેશ્વર રોડ અને આનંદભાઈ અશોકભાઈ સીતાપરા રહે. મફતીયાપરા શોભેશ્વર રોડ મોરબીવાળાને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસને આ સ્થળેથી રોકડા રૂ. ૬,૨૮૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.
બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા મોરબીના સામાકાંઠે આવેલ ઈન્દિરાનગર, નાળા સામેની શેરીના પટ્ટમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમી રહેલા પાંચ શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં પ્રવિણભાઈ મનુભાઈ વરાણીયા , રવિભાઈ બાબુભાઈ હમીરપરા, સલીમભાઈ ઉમરભાઈ કટીયા, પ્રકાશભાઈ ઉર્ફે વિપુલ ગોરધનભાઈ કેરવાડીયા અને રવિભાઈ નાથાભાઈ મજેઠીયા રહે બધા ઇન્દિરાનગર મફતીયાપરા મોરબીવાળાનો સમાવેશ થાય છે. પોલીસે આ સ્થળેથી પણ રોકડા રૂ. ૬,૪૦૦ તથા ગંજીપતાના પાના કબ્જે કર્યા હતા. મોરબી બી ડીવિઝન પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.