Homeગુજરાતમોરબીમોરબી તાલુકા પોલીસે અલગ-અલગ બે સ્થળે રેડ કરી 15 જુગારિયાઓને ઝડપી પાડયા 

મોરબી તાલુકા પોલીસે અલગ-અલગ બે સ્થળે રેડ કરી 15 જુગારિયાઓને ઝડપી પાડયા 

મોરબી તાલુકા પોલીસે મોરબીના ઘુટુ રોડ પર આવેલ હેલીપેડ ના ગ્રાઉન્ડ પાસે તેમજ મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામની સીમમાં રેડ કરી જુગાર રમતા કુલ 15 ઈસમોને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમીના આધારે જુગારની રેઇડ કરતા મોરબી તાલુકાના ઘુંટુ રોડ ઉપર આવેલ હેલીપેડના ગ્રાઉન્ડ પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા કુલ-૦૩ ઇસમો પ્રતાપભાઈ સવસીભાઈ દેલવાડીયા રહે.આઈ.ટી.આઈ. ની પાછળ રૂષીભાઈના મકાનમાં ઘુંટુ મોરબી, અર્જુનભાઈ વિરમભાઈ કુંઢીયા રહે.ભીમસર ઉમા ટાઉનશીપ સામે મોરબી, મનસુખભાઈ નરશીભાઈ વાઘેલા રહે.આઈ.ટી.આઈ. ની સામે પાણીના ટાંકા પાછળ તા.જી.મોરબીવાળા ને રોકડ રૂ.૨૬,૭૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે

જ્યારે બીજી રેઇડ મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામની સીમ, સ્કોટલેન સીરામીક પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ફૂલ-૧૨ ઇસમો નિલેશભાઈ સુરેશભાઈ સોલંકી રહે. મુળગામ- રાતાભેર તા.હળવદ જી- મોરબી, કિશોરભાઈ મનસુખભાઈ ભટ્ટી જાતે રાવળદેવ રહે.સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી મુળગામ- બોટાદ, છોટુભાઈ અમરશીભાઈ મકવાણા રહે. નરાળી તા.ધ્રાંગધ્રા, હાલરહે. બાથેરો સેનેટરીવેરની ઓરડીમાં, દાતારામ સોનેલાલ કેવટ મુળ- ઓરયા મળાપુર ગામ, (યુ.પી.) રહે.હાલ સ્કોટલેન કારખાનાની ઓરડીમાં, ગણેશભાઈ પર્વતભાઈ સાહુ જાતે તૈલી રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી, કપીલભાઈ સંતરામભાઈ રાજપુત રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી, કૃષ્ણકુમાર ઉદયભાન અહીરવાલ રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી, મહોમદ આશીક ઉર્ફે બબલુ હમીદખાન મન્સુરી રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી, રીન્કુકુમાર બનેંસીગ માલવી જાતે બલાઈ રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં, રોહીતકુમાર શ્યામસુંદર ચમાર રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી, રાકેશભાઈ રામસેવક નિશાદ રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી, ઇતરેન્દ્રસીંહ ઓમપ્રકાશ નિશાદ રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબીવાળાને રોકડ રૂ. ૧૫૨૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular