Homeગુજરાતમોરબીમોરબી મનપા સંકલન સમિતિની બેઠક 21 ઓગસ્ટે

મોરબી મનપા સંકલન સમિતિની બેઠક 21 ઓગસ્ટે

ગ્રામ પંચાયતના કામો, અરીહંત સોસાયટીના કામની દરખાસ્ત અને ટેક્સ વ્યાજ માફી યોજના સહિતના મુદ્દાઓ પર થશે સમીક્ષા

મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની ઓગસ્ટ-2026ની બેઠક આગામી તા. 21 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 4 વાગ્યે મહાનગરપાલિકા કચેરી, ગાંધી ચોક ખાતે આવેલા નવ નિર્મિત ઈમારતના ત્રીજા માળે સભાખંડમાં યોજાશે.

બેઠકમાં ગત બેઠકની મિનિટ્સને બહાલી આપવા સહિત મહત્વના એજન્ડા પર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે. તા. 31 જાન્યુઆરી 2026ની સંકલન સમિતિમાં રજૂ થયેલા ગ્રામ પંચાયતોના સ્વભંડોળ તથા 15મા નાણાપંચના કામોની પ્રગતિનો ઠરાવ નંબર અને વિગતો સાથે અહેવાલ રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત અરીહંત સોસાયટીના કામની દરખાસ્ત અંગેની વિગત રજૂ કરાશે. મોરબી મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોમાં તા. 31 ડિસેમ્બર 2024 પહેલાના ટેક્સ પર વ્યાજ માફી યોજના હેઠળ કરવામાં આવેલી કામગીરીની વિગતો પણ બેઠકમાં રજૂ કરવામાં આવશે.

સંકલન સમિતિના તમામ સભ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓને સમયસર બેઠકમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. તમામ શાખા અધ્યક્ષોને પણ સંબંધિત કામગીરીની સંપૂર્ણ વિગતો સાથે હાજર રહેવા જણાવાયું છે. અનિવાર્ય કારણોસર ગેરહાજર રહેવાનું થાય તો મ્યુનિસિપલ કમિશનરની અગાઉથી મંજૂરી મેળવી પ્રતિનિધિને મોકલવા સૂચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular