Homeગુજરાતમોરબીગુજરાત છાવણીના ખેડૂતોનો હુંકાર: ભાજપના નેતાઓ એક દિવસ છાવણીમાં આવી ખેડૂતોની વ્યથા...

ગુજરાત છાવણીના ખેડૂતોનો હુંકાર: ભાજપના નેતાઓ એક દિવસ છાવણીમાં આવી ખેડૂતોની વ્યથા સમજો

લજાઈમાં યોજાયેલી ખેડૂત જાગૃતિ બેઠકમાં ૨ હજારથી વધુ ખેડૂતોની હાજરી; ૪-૭-૨૦૨૬ના ઉર્જા વિભાગના પરિપત્ર અને MRC કમિટીની કામગીરી અંગે ઉઠ્યા ગંભીર સવાલો

મોરબી જિલ્લાના લજાઈ ગામે તા. ૧૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ખેડૂત જાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ૨ હજારથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ખેડૂતો અને ખેડૂત યુવાનો દ્વારા વીજ લાઇનના પ્રશ્નો તેમજ સરકાર દ્વારા જાહેર કરાયેલા ૪-૭-૨૦૨૬ના ઉર્જા વિભાગના પરિપત્રને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન એક ખેડૂત યુવાને ભાજપના નેતાઓ અંગે આકરા શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું હતું કે, “ભાજપના મોટા ભાગના નેતાઓ અભણ છે.” આ નિવેદનને પગલે રાજકીય ચર્ચા પણ ગરમાઈ છે.

ખેડૂતોનું કહેવું છે કે ગુજરાત સત્યાગ્રહ છાવણીમાં કોઈપણ રાજકીય પક્ષના હોદ્દેદારોને આવવાની મનાઈ રાખવામાં આવી છે. તેમ છતાં હવે ભાજપના નેતાઓને ખુલ્લો પડકાર આપવામાં આવ્યો છે કે તેઓ એક દિવસ માટે છાવણીમાં આવે અને ખેડૂતોની વચ્ચે બેસીને તેમની સમસ્યાઓ સમજે.

ખેડૂતો દ્વારા ભાજપના નેતાઓને ખાસ કરીને ૪ જુલાઈ, ૨૦૨૬ના ઉર્જા વિભાગના પરિપત્રથી ખેડૂતોને થનારા નુકસાન અંગે વાસ્તવિક સ્થિતિ સમજવા તથા સરકાર દ્વારા જણાવવામાં આવેલી MRC કમિટીની કામગીરી અંગે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો અને તેમની રજૂઆતોને સાંભળવા માટે છાવણીની મુલાકાત લેવા આહવાન કરવામાં આવ્યું છે.

હવે સમગ્ર મામલે સવાલ એ છે કે ખેડૂતોના આ ખુલ્લા આહવાનને ભાજપના નેતાઓ સ્વીકારશે કે કેમ? શું ભાજપના નેતાઓ ખરેખર એક દિવસ ગુજરાત સત્યાગ્રહ છાવણીમાં જઈ ખેડૂતોની વચ્ચે બેસીને તેમની સમસ્યાઓ સાંભળશે? તે જોવું રસપ્રદ રહેશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular